Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અમેરીકાને આઈસીસીના ૧૦૫માં સભ્ય દેશ તરીકે માન્યતા

ડોમેસ્ટીક- ઈન્ટરનેશનલ મેચની મંજુરીની શકયતા

દુબઈઃ આઈસીસીએ અમેરિકાને પોતાના ૧૦૫માં સભ્ય દેશ તરીકે સ્વીકૃતિ આપી છે. આઈસીસીના જણાવ્યા મુજબ અમેરીકા ૯૩મો એસોસીએટ મેમ્બર દેશ બન્યો છે. તેમની ભલામણ બાદ મંજુરી આપવામાં આવી છે. જેની ભલામણ ગયા વર્ષે આઈસીસીની મેમ્બર કમીટીએ કરેલ. જેને તાત્કાલીક અસરથી સ્વીકારી લેવાય છે.

અમેરિકા હવે સભ્ય થવાથી આઈસીસી તરફથી મળનારી સુવીધાઓ મેળવવા પણ હકકદાર બનશે. આઈસીસીના સીઈઓ ડેવીડ રિચડર્સને જણાવ્યું હતુ કે આ કઠોર મહેનતનું પરિણામ છે. આ તકે હું યુએસએ ક્રિકેટને અભિનંદન આપુ છુ અને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છુ.

યુએસએ ક્રિકેટના ચેરમેન પરાગ મરાઠેએ જણાવેલ કે અમેરિકા ક્રિકેટનું ગઠન દેશમાં ક્રિકેટના અલગ- અલગ જુથને એક સાથ લાવી વિકાસ કરવાનું હતું. આઈસીસી દ્વારા અમને તેમના સભ્યોની યાદીમાં સામેલ કરવુ અમારા સફર તરફનું મોટુ પગલુ છે.

(3:28 pm IST)