Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વિલીયમ્સનને કોણીમાં ઈજાઃ બે મહિના ટીમમાંથી બહાર

નવીદિલ્હીઃ ન્યુઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે આ જાણકારી આપી છે.  વિલિયમસન વારંવાર કોણીના દર્દથી ઝઝૂમી રહ્યો છે. વિલિયમસનને કોણીમાં ઈજા થઈ હતી અને તે ઓછામાં ઓછા બે મહિના માટે રમતમાંથી બહાર રહી શકે છે.  તે મુંબઈ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો.  વિલિયમસનની જગ્યાએ ટોમ લાથમે ટીમની કપ્તાની સંભાળી હતી.

વિલિયમસન આવતા વર્ષે ૧૭ ફેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પરત ફરે તેવી શક્યતા છે. તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા આઠ કે નવ અઠવાડિયા લાગશે.

(2:53 pm IST)