Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

બીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝની વાપસી : ભારત સામે આઠ વિકેટે વિજય : શ્રેણી 1-1થી સરભર

ભારતે આપેલ 171 રનનો લક્ષ્યાંક 18,3 ઓવરમાં હાંસલ કર્યો : લેન્ડલ સિમોન્સે સૌથી વધુ 67 રન ફટકાર્યા

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 171 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો.  વેસ્ટ ઇન્ડીઝે પલટવાર કરીને ભારતને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં વાપસી કરીને 1-1થી બરાબરી કરી લીધી છે. ત્રીજી ટી 20 મેચ 11 ડિસેમ્બરે મુંબઇમાં રમાશે. આ શ્રેણીનો ફેસલો મુંબઇમાં થશે.

 તિરુવનંતપુરમ ટી 20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 171 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 18.3 ઓવરમાં 8 વિકેટથી લક્ષ્‍ય પ્રાપ્ત કરીને ભારતને કરારી હાર આપી છે. જ્યારે કેરેબિયન ટીમનાં લેન્ડલ સિમોન્સ આ મેચનો હીરો રહ્યા છે. વિસ્ફોટક બેટ્સમેન લેન્ડલ સિમોન્સે સૌથી વધુ 67 રનની ઇનિંગ્સ રમી હતી.

એવિન લુઇસ 40 રને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરના બોલ પર ઋષભ પંતે સ્ટમ્પ આઉટ કર્યો હતો. તેણે સિમોન્સ સાથે પ્રથમ વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. શિમરોન હેટ્મિયર 23 રને આઉટ થયો હતો.

શિવમ દુબેએ તેની ટી -20 કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી હતી. શિવમ હેડન વોલ્શની 54 રને આઉટ થયો હતો. તેણે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 19 રન બનાવ્યા હતા અને કેસરિક વિલિયમ્સ આઉટ થયો હતો. જ્યારે શ્રેયસ ઐયર 10 રન બનાવીને હેડન વોલ્શને આઉટ થયો હતો. બ્રાંડન કિંગે તેનો કેચ ઝડપ્યો હતો.

(10:52 pm IST)