Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે એડિલેડમાં એકમાત્ર ટેસ્ટ જીતી હતી

2003માં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ રમવા માટેઓસ્ટ્રેલિયા પહોંચી હતી

નવી દિલ્હી ;એડિલેડના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે ત્યારે એડિલેડના રેકોર્ડ તરફ  જોઈએ તો ભારત ત્યાં અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે. જેમાંથી સાત મેચમાં ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને ત્રણ ટેસ્ટ ડ્રો રહી છે. એ સિવાય ભારતે 2003માં એક માત્ર મેચ જીતી હતી.

  2003માં પણ ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ રમવા માટે એડિલેડ પહોંચી હતી. એ વખતે ટીમની કેપ્ટનશીપ સૌરવ ગાંગુલી સંભાળી રહ્યા હતા દાદાએ એડિલેડમાં ટેસ્ટ મેચ જીતી નવો કિર્તીમાન રચી દીધો હતો. આ મેદાન પર ભારતની તે એકમાત્ર જીત છે. અને સૌરવ ગાંગુલી મેચ જીતાડનારા એક માત્ર કેપ્ટન છે .

 

(8:26 pm IST)