Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કોહલીએ ઓસ્ટ્રેલિયામાં એક હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા

સચિન, લક્ષ્મણ, દ્રવિડની ક્લબમાં સામેલ થયો : ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન હજુ સુધી સચિન તેંડુલકરે ૧૮૦૯ રન કર્યા છે : લક્ષ્મણ બીજા ક્રમે

એડિલેડ, તા. ૮ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી પણ હવે જોડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાની સામે ૧૦૦૦ ટેસ્ટ રન પૂર્ણ કરનાર ખેલાડીઓની યાદીમાં તે જોડાઈ ગયો છે. એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે વિરાટ કોલીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતના રન મશીન તરીકે ગણાતા વિરાટ કોહલીએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ચાર આંકડા સુધી પહોંચનાર ખેલાડીઓમાં તે જોડાઈ ગયો છે. માત્ર નવ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયામાં કરનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિન તેંડુલકરે ભારત તરફથ ૧૮૦૯ રન કર્યા છે. જેમાં ૫૩.૨૦ની સરેરાશનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦ રન પુરા કરવા ૨૦ ટેસ્ટ મેચ લીધા હતા. સચિન તેંડુલકરે પોતાના ગાળા દરમિયાન એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી હતી. વીવીએસ લક્ષ્મણ યાદીમાં બીજા સ્થાને રહેલો છે. લક્ષ્મણે ૧૫ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયામાં ૧૨૩૬ રન કર્યા હતા. જ્યારે દ વોલ તરીકે જાણીતા અને આધારભૂત બેટ્સમેન રાહુલ દ્રવિડે આ યાદીમાં ત્રીજા સ્થાને રહીને ઉલ્લેખનિય સફળતા હાંસલ કરી છે.  રાહુલ દ્રવિડ ૧૫ ટેસ્ટ મેચોમાં ૧૧૪૩ રન બનાવી ચુક્યો છે. એકંદરે કોહલી ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર ૧૦૦૦ રન બનાવનાર ૨૮મો ખેલાડી છે. સહેવાગ પણ ઓસ્ટ્રેલિયામાં ૧૦૦૦થી વધુ રન બનાવી ચુક્યો છે પરંતુ સહેવાગને લઈને પણ ભારે ચર્ચા રહી છે. ભારત તરફથી વિરેન્દ્ર સહેવાગે ૧૦ ટેસ્ટમાં ૯૪૮ રન બનાવ્યા છે. જ્યારે આઈસીસી વર્લ્ડ ઈલેવન માટે રમતા ૮૩ રન કર્યા હતા. આની સાથે તે પણ ૧૦૦૦ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક સિદ્ધિઓ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ધરખમ દેખાવ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તે ત્રણ સદી પણ ફટકારી ચુક્યો છે. આ વખતે પ્રથમ ટેસ્ટ મેચમાં હજુ સુધી તે ફ્લોપ રહ્યો છે. પ્રથમ ઈનિંગ્સ અને બીજી ઈનિંગ્સ બંનેમાં તેને સફળતા મળી નથી. જોકે તેની પાસેથી ભારતીય ક્રિકેટ ચાહકો વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાની દિશામાં તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં વધુ રન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી પણ હવે જોડાઈ ગયો છે.

નામ

ટેસ્ટ

રન

સચિન તેંલુડકર

૨૦

૧૮૦૯

વીવીએસ લક્ષ્મણ

૧૫

૧૨૩૬

રાહુલ દ્રવિડ

૧૫

૧૧૪૩

વિરાટ કોહલી

૧૦૦૦

વિરેન્દ્ર સહેવાગ

૧૦

૯૪૮, ૮૩

(7:28 pm IST)