Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પંતે ધોનીની બરાબરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવ્યો

૨૧ વર્ષના વિકેટકીપરે ૬ કેચ પકડ્યા

ભારતીય વિકેટકીપર ઋષભ પંતે આજે  મહેન્દ્ર સિંહ ધોનીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલ સીરીઝની પહેલી મેચમાં ૨૧ વર્ષના વિકેટકીપરે કુલ ૬ કેચ પકડ્યા. આ કોઇ ટેસ્ટ મેચની ઇનિંગ્સમાં સૌથી વધુ કેચ પકડવાના ભારતીય રેકોર્ડની બરાબરી છે.

ધોનીએ ૨૦૦૯માં સાલમાં ન્યૂઝીલેન્ડની વિરૂદ્ઘ વેલિંગ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં આ મુકામ પ્રાપ્ત કર્યું હતું. એક ઇનિંગ્સમાં સૌથી વધુ કેચ કરવાનો વિકેટકીપિંગ રેકોર્ડ પાકિસ્તાનના વસીમ બારી, ઇંગ્લેન્ડના બોબ ટેલર, ન્યૂઝીલેન્ડના ઇયાન સ્મિથ અને વેસ્ટ ઇન્ડીઝના રિડલી જૈકબ્સનું નામ છે. આ બધાએ ઇનિંગ્સમાં સાત કેચ પકડ્યા હતા.(૩૭.૧૫)

(4:20 pm IST)