Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકન બાસ્કેટબોલ લીગમાં ગોલ્ડન સ્ટેટ વોરિયર્સનો સતત આઠમોં વિજય

અમેરિકન બાસ્કેટબોલ લીગ એમબીએમાં ગોલ્ડન સ્ટેટ વોરિયર્સે ક્લીવલેન્ડ કેવેલિયર્સને 129-105 થી હાર આપી હતી. આ ગત ચેમ્પિયન ગોલ્ડન સ્ટેટ વોરિયર્સની સતત આઠમી જીત છે. મેચમાં વોરિયર્સના સ્ટીફન કરીએ 42 પોઈન્ટ અને કેવિન ડુરંટે 25 પોઈન્ટ બનાવ્યા હતા  સ્ટીફન કરીએ મેચમાં 9 થ્રી પોઈન્ટર બનાવ્યા હતા  આ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ અને ક્લીવલેન્ડ કેવેલિયર્સ વચ્ચે જુનમાં રમાયેલ એનબીએ ફાઈનલ્સ બાદ પહેલી મેચ હતી. જેમાં તેમણે જીત મેળવી હતી

(12:31 pm IST)