Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કેનેડિયન બોક્સર સ્ટીવેનસન ફાઈટમાં ઈજાગ્રસ્ત: સર્જરી બાદ પણ હાલત ગંભીર :ચાહકોમાં ચિંતા

કેનેડાના બોક્સર એડોનિસ સ્ટીવેનસનના ચાહકો માટે હાલ માઠા સમાચાર છે. તેની હાલત ગંભીર બનેલી છે. હૈતીમાં જન્મેલ એડોનિસ ડબલ્યુબીસી લાઈટ હેવીવેટ ટાઈટલની ફાઈટ સમયે ઈજાગ્રસ્ત થયો હતો. તેણે યુક્રેનના એલેક્જેંડર વોજડિકે 11માં રાઉન્ડમાં નોકઆઉટ કર્યો હતો. આ ફાઈટ દરમ્યાન તેને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી

. એડોનિસને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા હોસ્પિટલમાં સર્જરી કરનાર ડોક્ટરે કહ્યું કે તેને અંડર ઓબ્જરવેશનમાં રાખવામાં આવ્યો છે.જોકે એડોનિસની હાલત હજુ પણ ગંભીર છે. તેને રિંગમાં પરત ફરતા લાંબો સમય લાગશે.

(12:26 pm IST)