Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ક્રિકેટર ઝહિર ખાન ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે

ઝહિરના રોલ વિશે એક ઇવેન્ટમાં સુનિલ શેટ્ટી વાત કરતા જોવાતા અટકળ શરૂ

મુંબઈ :હાલમાં બોલીવુડમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે, ક્રિકેટર ઝહિર ખાન ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરી શકે છે. ઝહિરના રોલ વિશે થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં સુનિલ શેટ્ટી વાત કરતા જોવા મળ્યા હતો ત્યારબાદ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો.

  મળતી માહિતી અનુસાર સુનિલ શેટ્ટી એક સ્પોર્ટ બેસ્ડ સ્ટોરી પર કામ કરી રહ્યો છે. તો માટે સુનિલે ઝહિરને એપ્રોચ કર્યો છે. બંને સાથે મળીને એક ક્રિકેટ લીગ ચાલૂ કરવાના છે. જોકે આ સંદર્ભે હજુ સુધીમાં કોઇ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી. જોકે ક્રિકેટરો પણ હવે બોલીવુડમાં એન્ટ્રી મેળવવાના પ્રયત્નો કરતા રહે છે.

(12:23 pm IST)