Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

એડિલેડ ટેસ્ટમાં બુમરાહે ફેંક્યો સૌથી ઝડપી બોલ

માર્ક્સ હેરિસ સામે ફેંકેલા બોલની ઝડપ 153, 25 કિલોમીટર નોંધાઈ

એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આ મેચનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ ફેંક્યો છે.

બુમરાહ ભારતમાં બોલિંગ કરતો હોય છે ત્યારે પણ તેની ઝડપ સરેરાશ 140 કિલોમીટર પ્રતિ કલાક રહેતી હોય છે પણ ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ વિકેટો બુમરાહ માટે વધારે ઝડપથી બોલ ફેંકવા મદદગાર સાબિત થઈ રહી છે.

બુમરાએ આજે પોતાની આઠમી ઓવરમાં ઓસ્ટ્રેલિયાન બેટ્સમેન માર્કસ હેરિસની સામે ફેંકેલા એક બોલની ઝડપ તો 153.25 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. બુમરાહની બોલિંગની ઝડપે સૌ કોઈને હેરાન કરી દીધા હતા.

(9:30 am IST)