Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

2023 માં પુરુષોની હોકી વર્લ્ડ કપ માટે ભારત બનશે યજમાન : ફરીથી હોકી મેન્સ વર્લ્ડ કપ માટે હોસ્ટ કરશે

2018 માં ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપ બાદ સતત બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સનું યજમાન કરનારો પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારતને ફરીથી હોકી મેન્સ વર્લ્ડ કપ માટે હોસ્ટ કરવાની તક આપવામાં આવી છે. આ સાથે ભારત હવે સતત બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સનું યજમાન કરનારો પહેલો દેશ બની ગયો છે. ત્યારે આ બાબતે દરેક દેશવાસીઓને ગર્વ કરવા જેવું છે.

અગાઉ ભારતે 2018 માં ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત હવે 2023 માં યોજાનારા મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે. આ મોટી હોકી ટૂર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે.જ્યારે મહિલાઓનાં 2022 વર્લ્ડ કપ માટે સ્પેન અને નેધરલેન્ડને સંયુક્ત રીતે યજમાન બનાવવામાં આવ્યા છે.

   આ ચોથીવાર છે જ્યારે ભારતને હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળ્યું હોય. આ અગાઉ 1982, 2010, 2018માં પણ વર્લ્ડ કપનું આયોજન થઈ ચૂક્યું છે. ભારત હોકી વર્લ્ડ કપ માત્ર એકવાર 1975માં જીત્યું છે.

(9:06 pm IST)