Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભજજીને નિવૃતિ બાદ ટીમ ઇન્ડિયા કે આઇપીએલના કોચ બનવાની ઇચ્છા

નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓફ સ્પિનર હરભજન સિંહે સંકેત આપ્યો છે કે તેના રમવાના દિવસો પૂરા થઈ રહ્યા છે.  ભજ્જી નિવૃત્તિ બાદ ભારતીય ટીમ અથવા આઈપીએલ ટીમના કોચ બનવા માંગે છે. આ સિઝનમાં, તાહિર અને ક્રિસ ગેલ પછી ઇમરાન ત્રીજા સૌથી વૃદ્ધ ખેલાડી છે.  હરભજન આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ બોલરોમાંનો એક છે. આ લીગમાં તેણે ૧૬૩ મેચમાં ૧૫૦ વિકેટ લીધી છે.

 હરભજને કહ્યું, મને ઘણી રમતો રમવાની તક મળી નથી અને હું ઘણું ડોમેસ્ટિક ક્રિકેટ રમતો નથી, તેથી મને ખબર નથી કે હું અહીંથી રમીશ કે નહીં.  પરંતુ મને અહીં કેકેઆર સાથે રહીને અને યુવાનોને મદદ કરવામાં આનંદ થયો.

(12:42 pm IST)