Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પર્દાપણ કરી રહેલ ભારતની મંજૂ રાની વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપની કવાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હીઃ ભારતની મંજૂ રાનીએ સોમવારે અંતિમ-16ના મુકાબલામાં આસાન જીતની સાથે વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 48 કિલોગ્રામ ભારવર્ગમાં છઠ્ઠા ક્રમાંકિત ભારતીય મંજૂએ વેનેજુએલાની રોજાસ ટેયોનિસ સેડેનોને 5-0થી પરાજય આપ્યો હતો.

વિશ્વ ચેમ્પિયનશિપમાં પર્દાપણ કરી રહેલી મંજૂ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં મેડલ જીતવાથી હવે માત્ર એક જીત દૂર છે. ક્વાર્ટર ફાઇનલમાં પરંતુ મંજૂનો રસ્તો સરળ રહેશે નહીં, જ્યાં તેણે પાછલા વખતની બ્રોન્ઝ મેડલ વિજેતા અને શીર્ષ ક્રમાંકિત દક્ષિણ કોરિયાની કિમ હયાંગ સામે 10 ઓક્ટોબરે ટકરાવાનું છે.

રાની સેનેડો વિરુદ્ધ દમદાર પંચ લગાવવામાં નિષ્ફળ રહી, પરંતુ ભારતીય બોક્સરે વિરોધી ખેલાડીની તુલનામાં સારૂ પ્રદર્શન કર્યું હતું. બંન્ને બોક્સરોએ રક્ષણાત્મક વલણ અપનાવ્યું, પરંતુ મંજૂના પંચ વધુ પરફેક્ટ હતા.

મંગળવારે છ વખતની ચેમ્પિયન એમસી મેરીકોમ (51 કિલો) પ્રી-ક્વાર્ટરમાં પોતાના અભિયાનની શરૂઆત થાઈલેન્ડની ડુતામસ જિતપોન્ગ વિરુદ્ધ કરશે. ત્રીજા ક્રમાંકિત ભારતીયને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી.

પૂર્વ સિલ્વર મેડલ વિજેતા સ્ટીવી બૂરા 75 કિલો વર્ગમાં વેલ્સની લારેન પ્રિન્સ સામે ટકરાશે. લારેન યૂરોપીય ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અને પાછલી વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

(5:21 pm IST)