Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યૂ હેડન સાથે થયો ગંભીર અકસ્માત ! :માથા અને ગળાના ભાગે ઇજા

પુત્ર સાથે સર્ફિંગ કરતી વેળાએ બેલેન્સ બગડતા જમીન પર પટકાયો

 

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રહી ચૂકેલો મેથ્યૂ હેડન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે સર્ફિંગ દરમિયાન હેડને બેલેન્સ ગુમાવી દેતા ઊંધા માથે પટકાયો હતો દુર્ઘટનામાં તેને ઘણી ગંભીર ઈજા થઈ છે. અંગે હેડને પોતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાણકારી આપી છે
   હેડને એક તસવીર શેર કરી જેમાં તેના માથા તથા ગળાના ભાગે ઈજાઓ થયેલી દેખાય છે. તસવીર સાથે તેણે લખ્યું, ‘બધાનો આભાર, હવે હું રિકવરી કરી રહ્યો છું.’ હેડનને ઈજા ત્યારે થઈ હતી જ્યારે પોતાના પુત્ર સાથે ક્વિન્સલેન્ડમાં સર્ફિંગ કરી રહ્યો હતો. અહીં તેનું બેલેન્સ બગડતા તે ખરાબ રીતે જમીન પર પટકાયો હતો

  હેડનના ગળામાં બેલ્ટ લાગેલો છે અને તે બેડ પર છે.હેડનને એડવેન્ચરસ સ્પોર્ટ્સ ખૂબ પસંદ છે અને જ્યારે પણ તેને સમય મળે છે તે આવી એક્ટિવિટી કરવા માટે નીકળી પડે છે પણ વખતે તેને આનું ગંભીર પરિણામ મળ્યું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, હેડનને ઓસ્ટ્રેલિયા નહીં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાં સ્થાન મળે છે. તેણે ઑસ્ટ્રેલિયા તરફથી રમતા 103 ટેસ્ટમાં 50થી વધુની એવરેજથી 8625 રન બનાવ્યા છે જેમાં 30 સેન્ચુરી અને 29 હાફ સેન્ચુરી શામેલ છે. સતત પાંચ વર્ષ સુધી કેલેન્ડર વર્ષમાં એક હજારથી વધુ રન બનાવનારો તે દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. વન-ડેની વાત કરીએ તો તેણે 161 મેચોમાં 43થી વધુની એવરેજ સાથે 6123 રન બનાવ્યા છે. દરમિયાન તેણે 10 સદી અને 36 અર્ધસદી ફટકારી છે.

(12:11 am IST)