Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ICC વન-ડે રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ છવાયા: કોહલી ટોચે :રોહિત બીજાક્રમે :ધવન પાંચમા સ્થાને

બોલિંગમાં જસપ્રીત બુમરાહ પ્રથમક્રમે :કુલદીપ યાદવ ત્રીજાસ્થાને

 

નવી દિલ્હી :આઇસીસીની વન-ડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દબદબો યથાવત રાખતાં નંબર-1 પોઝીશન પર છે સાથોસાથ ભારતીય ખેલાડીઓ છવાયા છે વનડે રેન્કિંગમાં કોહલી 884 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.

   બેટ્સમેનની રેન્કિંગમાં વિરાટ કોહલી બાદ બીજા સ્થાને ભારતને એશિયા કપનો ખિતાબ અપાવનાર રોહિત શર્મા 842 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ઉપરાંત ટીમ ઇન્ડિયાના બીજા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન 802 પોઇન્ટ્સ સાથે રેન્કિંગમાં પાંચમા સ્થાને છે.

   બોલીંગમાં ટીમ ઇન્ડિયાના ડેથ ઓવર્સ સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહ 797 પોઇન્ટ્સ સાથે વનડે રેન્કિંગમાં પહેલી પોઝીશન પર છે. ઉપરાંત ચાઇનામેન કુલદીપ યાદવ 700 પોઇન્ટ્સ સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે

 બોલીંગની લિસ્ટમાં અફઘાનિસ્તાનના ધાકડ સ્પિન બોલર રાશિદ ખાન 788 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાન પર પહોંચી ગયાં છે. સાથે યુજવેન્દ્ર ચહલ 11મા સ્થાને છે.

  ટીમ રેન્કિંગની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સમયે પ્રથમ પોઝીશન પર યથાવત છે. ઇંગ્લેન્ડ બાદ બીજા નંબરે ટીમ ઇન્ડિયા છે જ્યારે ત્રીજા નંબરે ન્યુઝીલેન્ડ છે

(9:21 pm IST)