Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જાપાન ઓપનનું ટાઇટલ જીત્યું મેડ્વેડેવે

નવી દિલ્હી: રશિયન ક્વોલિફાયર મેડ્વેડેવે -, -૪થી જાપાનના ટોચના ખેલાડી નિશિકોરીને હરાવીને જાપાન ઓપન ટાઈટલ જીતી લીધું હતુ. વર્લ્ડ રેન્કિંગમાં ૨૨મું સ્થાન ધરાવતા રશિયન ખેલાડીએ કારકિર્દીનો યાદગાર વિજય મેળવતાં તેના કરતાં ૧૦ સ્થાન આગળ રહેલા ખેલાડીને પરાસ્ત કર્યો હતો. જાપાનીઝ ખેલાડી ખાસ કમાલ દેખાડી શક્યો નહતો અને તેને હારનો સામનો કરવો પડયો હતો. સાથે નિશિકોરી સતત આઠમી વખત ફાઈનલમાં હાર્યો હતોજાપાન ઓપનમાં ટોચના ખેલાડીઓને હરાવીને અપસેટની હારમાળા સર્જતાં નિશિકોરી ફાઈનલમાં પ્રવેશ્યો હતો. નિશિકોરીને અહી ત્રીજી વખત ટાઈટલ જીતવાની આશા હતી. વર્લ્ડ રેન્કિંગમાં ૧૨મો ક્રમાંક ધરાવતા નિશિકોરીએ પ્રથમ સેટમાં ૧૧ અન ફોર્સ્ડ એરર્સ કરી હતી. તેની સામે મેડ્વેડેવની સર્વિસ અસરકારક રહી હતી અને તેણે પ્રથમ સેટ તો માત્ર ૨૫ મિનિટમાં જીતી લીધો હતોહોમગ્રાઉન્ડ પર સ્થાનિક ચાહકોની વચ્ચે રમી રહેલા નિશિકોરીએ બીજા સેટમાં તેની રમતમાં સુધારો કર્યો હતો. જોકે તે મેડ્વેડેવની આક્રમક સર્વિસ પર પ્રભાવશાળી રિટર્ન ફટકારી શક્યો નહતો. બીજા સેટમાં તે રશિયન ક્વોલિફાયર્સની સર્વિસ પર એકમાત્ર ગેમ જીતી શક્યો હતો. નિશિકોરીની નબળી રમતનો ફાયદો ઉઠાવતા મેડ્વેડેવે કારકિર્દીનું ત્રીજું ટાઈટલ જીત્યું હતુક્વોલિફાયર તરીકે જાપાન ઓપન રમી રહેલા ૨૨ વર્ષના મેડ્વેડેવનું કારકિર્દીનું પ્રથમ ૫૦૦ સિરિઝનું ટાઈટલ છે. જ્યારે નિશિકોરીને સળંગ આઠમી વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. તે છેલ્લે ફેબુ્રઆરી, ૨૦૧૬માં મેમ્ફિસ ઓપન ટુર્નામેન્ટની ફાઈનલમાં અમેરિકાના ટેલર ફિટ્ઝને હરાવીને ચેમ્પિયન બન્યો હતો. જોકે તે પછી માયામી ઓપનની ફાઇનલમાં  યોકોવિચ સામેની હાર બાદ તે એક પણ ફાઈનલ જીતી શક્યો નથી.

 

(6:45 pm IST)