Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં ભારતની 30 સભ્યોની ટીમ

નવી દિલ્હી: ઓલમ્પિક પદક વિજેતા સાક્ષી મલિક અને એશિયન ગેમ્સના સુવર્ણ પદક વિજેતા બજરંગ પુનિયા 20 થી 28 ઓટોમ્બર સુધી હંગરીના બુડાપેસ્ટમાં યોજાનાર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં ભારતની આગેવાની કરશેભારતીય કુશ્તી મહાસંઘની ફ્રીસ્ટાઇલ. ગ્રીકો રોમન અને મહિલા કીષતિ વર્ગમાં 10-10 પહેલવાનોનું પસંદગી કરી છે. બજરંગ (65 કિલો) ફ્રીસ્ટાઇલ વર્ગમાં પદકની દાવેદારી રજૂ કરશે. જયારે સાક્ષી (62 કિલો) અને કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ પદક વિજેતા પૂજા ઢંડા(57 કિલો) પર રમશે. ભારતીય ટીમમાં 30 સભ્યો સિવાય 17 અધિકારીઓમાં કોચ, ફિજિયો, રેફરી અને માલિશિયેનો સમાવેશ થાય છે.

 

(6:39 pm IST)