Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ધુંવાધાર બેટ્સમેન ક્રિસ ગેઈલે ડૉમેસ્ટિક ક્રિકેટમાંથી લીધો સન્યાસ

 

નવી દિલ્હી :વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બેટ્સમેન ક્રિસ ગેઈલે વિસ્ફોટક સેન્ચુરી સાથે મર્યાદિત ઓવર્સની લિસ્ટ- ક્રિકેટ કરિયરમાંથી સન્યાસ લીધો છે.

 39 વર્ષીય ગેઈલે અહીં રીજનલ સુપર-50 ઓવરની મેચમાં જમૈકા સ્કોર્પિયન્સ તરફથી રમતા બાર્બાડોઝ પ્રાઈડ વિરુદ્ધ 114 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ રમીહતી  તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવી પોતાની ડોમેસ્ટિક નિવૃત્તી યાદગાર બનાવી હતી.

(12:39 pm IST)