Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મહેસાણાની તસલીમ અંડર-15 બેડમિન્ટનમાં વિમેન્સ ડબલ્સમાં એશિયન ચેમ્પિયન બની

મેઘના રેડ્ડી અને તસલીમ મીરએ કોરિયાની જોડીને હરાવી ખિતાબ જીત્યો

 

મહેસાણાઃ મહેસાણાની તસલીમ મીર મયાંમાર ખાતે યોજાયેલી બેડમિન્ટન એશિયા અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપમાં વિમેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ચેમ્પિયન બની હતી. ભારતની મેઘના રેડ્ડી અને તસલીમ મીરની જોડીએ ભારતનો ડંકો વગાડ્યો હતો

  મયાંમાર ખાતે 3થી 7 ઓક્ટોબર દરમિયાન અંડર-17 અને અંટર-15 બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. મયાંમારના મન્ડાલય શહેરના મદાલાર થિરી સ્ટેડિયમાં આયોજિત ચેમ્પિયનશિપમાં 7 ઓક્ટોબરના રોજ વિમેન્સ ડબલ્સની ફાઈનલ રમાઈ હતી

  ભારતની મેઘના રેડ્ડી અને તસલીમ મીરની એકમાત્ર જોડી અંડર-15ની ફાઈનલમાં પહોંચી હતી. જોડીએ વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં કોરિયાની ગોંગ યેઓ જીન અને જોઓંગ દા યેઓનની જોડીને હરાવીને અંડર-15નો ખિતાબ જીત્યો હતો

(12:31 pm IST)