Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

એશિયાડની ગોલ્ડ મેડાલિસ્ટ સ્વપ્ના બર્મને ઘર મેળવવા માટે માંગી સરકારની મદદ

નવી દિલ્હી :એશિયન ગેમ્સમાં હેપ્ટેથલોનમાં ગોલ્ડ મેડલ જીતનારી સ્વપ્ના બર્મને પશ્ચિમ બંગાળ સરકાર પાસે શહેરમાં એક ઘરની માંગ કરી છે. સ્વપ્ના પાસે કોલકાતામાં રહેવા માટે એક પર્મનન્ટ ઘર નથી.

 જલપાઈગુડી જિલ્લાની સ્વપ્ના 2012થી અહીં SAI(સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)માં ટ્રેનિંગ મેળવી રહી છે. સ્વપ્ના એશિયન ગેમ્સમાં હેપ્ટેથલોનમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે.

(9:21 pm IST)