Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજ્જુ ગર્લ ચમકી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં: જીત્યું ગોલ્ડ અને સિલ્વર

નવી દિલ્હી: ભારતના યુવા શૂટરોએ સાઉથ કોરિયાના ચાંગવોનમાં ચાલી રહેલી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં સફળતાનો સિલસિલો જારી રાખતાં વધુ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતના હૃદય હઝારિકા અને મહિલા ટીમે ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જ્યારે અમદાવાદની ઈલાવેનિલ વાલારિવને મહિલાઓની ૧૦ મીટરની એર રાઈફલની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને ઈન્ડિવિડયુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતની શૂટરે વ્યક્તિગત ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ માટે દાવેદારી નોંધાવી હતી.જોકે આખરે તે માત્ર . પોઈન્ટના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી.ઇલાવેનિલ વાલારિવને મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૨૪૯. પોઈન્ટનો સ્કોર કર્યો હતો. જ્યારે સિનિયર લેવલે વર્લ્ડ કપમાં ડબલ ગોલ્ડ જીતી ચુકેલી ચીનની શી મેન્ગ્યાઓએ ૨૫૦. ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રસપ્રદ બાબત હતી કે, ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ ભારતની શ્રેયા અગ્રવાલે ૨૨૮. પોઈન્ટ્સ સાથે જીત્યો હતો. વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપની ૫૨મી એડીશન ચાલી રહી છેસ્પર્ધાના ચોથા દિવસે ભારતના ચાર ખેલાડીઓએ મેડલ્સ જીત્યા હતા. સાથે ભારતના કુલ મેડલ્સની સંખ્યા ૧૮ થઈ ગઈ છે. ભારતનો આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશનની પ્રીમિયર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠતમ દેખાવ છે. ભારતનો અગાઉનો શ્રેષ્ઠ દેખાવ મેડલ્સનો હતો, જે ૪૯મી એડિશનમાં ક્રોએશિયાના ઝાગ્રેબ ખાતે નોંધાયો હતો.

(5:37 pm IST)