Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સેરેના વિલિયમ્સે બનાવી યુએસ ઓપનમાં જગ્યા: જાપાનની નાઓમી ઓસાકા સામે લેશે ટક્કર

નવી દિલ્હી: વર્લ્ડ રેન્કિંગમાં ૨૬મો ક્રમાંક ધરાવતી અમેરિકાની લેજન્ડરી ખેલાડી સેરેના વિલિયમ્સે લાતેવિયાની સેવાત્સોવાને -, -૦થી હરાવીને કારકિર્દીમાં નવમી વખત યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સેરેનાને સાતમા યુએસ ઓપનની સાથે સાથેે કારકિર્દીના ૨૪માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની તલાશ છે. હવે શનિવારે રમાનારી ફાઈનલમાં સેરેનાનો મુકાબલો જાપાનની ૨૧ વર્ષની ખેલાડી નાઓમી ઓસાકા સામે થશે.જાપાનીઝ ખેલાડી ઓસાકાએ યુએસ ઓપનમાં તેની ડ્રીમ રનને આગળ ધપાવતા ગત વર્ષની ફાઈનલીસ્ટ એવી અમેરિકાની મેડિસન કિઝને સીધા સેટોમાં -, -૪થી પરાસ્ત કરી હતી. સાથે ઓસાકા ઓપન એરામાં ગ્રાન્ડ સ્લેમ વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ જાપાનીઝ મહિલા ખેલાડી બની ગઈ છે

(5:37 pm IST)