Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બોલો લ્યો... પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ બુટ પહેરી પઢી નમાઝ: વાઇરલ થયો ફોટો

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે તાજેતરમાં આફ્રિદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં આફ્રિદી નમાજ પદ્ધતિ વખતે તેના પગમાં બુટ છે જે મુસ્લિમ ધર્મ માન્ય નથી. કોઈ પણ વ્યક્તિ નમાજ પદ્ધતિ વખતે પગરખાં પહેરી શકતો નથી. ફોટો શાહિદમો મેચમાં મેદાન પરનો છે જેમાં તે બુટ પહેલીને નમાજ પઢી રહ્યો છે. ફોટા જોઈને આફ્રિદીના ફેન્સ ખુબ ગુસ્સામાં આવી ગયા છે અને ફોટો પર મન ફાવે તેમ કોમેન્ટ કરી રહ્યા છે.જો કે ફોટો જૂનો છે પણ સોશિયલ મીડિયા પર હમણાં વાઇરલ થયો છે,

(5:37 pm IST)