Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મહિલા ક્રિકેટના ફાઇનલમાં ઓસ્‍ટ્રેલીયન ખેલાડીને કોરોના થયો હોવા છતા તેને મેચ રમાડયોઃ ભારે હોબાળો

ટીમ મેનેજમેન્‍ટને બધી જાણ હતી આમ છતા તેને રમવાની મંજૂરી આપી દીધીઃ મેદાનમાં પણ માસ્‍ક વિના રમતીહતી, અન્‍ય ખેલાડીઓ પણ શિકાર બનેતો તેના જવાબદરા કોણ હશે?

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સ ક્રિકેટ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલની મેચ પહેલા ઓસ્‍ટ્રેલિયન ટીમની ખેલાડી તાહિલા મેકગ્રા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્‍યુ હતું આમ છતા તે મેચ રમ્‍યા હતા. આ અંગે સોશિયલ મીડીયા પર ભારે હોવાળો મચી ગયો હતો. આ એ જ ઓસ્‍ટ્રેલિયા છે. જેણે કોરોના પોઝિટિવ તાહિલા મેકગ્રાને ગોલ્‍ડ મેડલ મેચ રમવાની મંર્જરી આપી હતી. જેણે આ વર્ષે જાન્‍યુઆરીમાં ટેનિસ સ્‍ટાર નોવાક જોકોવિચને તેના દેશમાં પ્રવેશવાનો ઇન્‍કાર કર્યો હતો કારણ કે તેણે કોરોનાની રસી લીધી ન હતી. પરંતુ હવે જયારે તેની મહિલા ટીમની ખેલાડીને ગોલ્‍ડ મેડલની મેચ પહેલા જ કોરોના થઇ ગયો હોવા છતાં મેચ રમાડયો હતો.
ભલે તાહિલા મેકગ્રામાં કોરોનાના હળવા લક્ષણો હતા. પરંતુ પ્રોટોકોલ મુજબ તેને મેચ રમાડવા દેવો જોઇએ નહી. જો મેચ રમવાની હોય તો તે પહેલા ટેસ્‍ટનો અર્થ શું છે?
અલબત, તાહિલા મેકગ્રા ડગઆઉટમાં તેના સાથી ખેલાડીઓથી દૂર બેઠેલી જોવા મળી હતી. ભલે તેણે માસ્‍ક પહેર્યો હોય. પરંતુ, જ્‍યારે તે માસ્‍ક વિના મેદાનમાં ઉતરી ત્‍યારે તેનો શુ ફાયદો. અને, વિકેટ પર ઉભા રહીને, તેણે જે બોલ ફેકયો હતો, તેનો ઉપયોગ બાકીના ખેલાડીઓ પણ કરતા હતા. જો તેણે કેચ પકડયા પછી બાકીના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરવાનો ઇન્‍કાર કર્યો હતો, તો પણ તે બોલ દ્વારા તેમના સંપર્કમાં આવ્‍યો હતો. સવાલ એ છે કે, આવી સ્‍થિતિમાં જયારે કેટલાક અન્‍ય ખેલાડીઓ પણ કોરાનાનો શિકાર બને છે. તો તેના માટે કોણ જવાબદાર હશે?

 

(4:18 pm IST)