Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અમે ર૦ર૩ના વિશ્વકપ વિશે વિચારી રહયા નથી, અમારૂ સંપુર્ણ ધ્યાન વિશ્વમાં ક્રિકેટ ઉપર કેન્દ્રીતઃ વિરાટ કોહલી

નવી દિલ્હી, તા., ૮: વેસ્ટ ઇન્ડીઝ વિરૂધ્ધ ત્રણ મેચોની ટી-ર૦ સીરીઝમાં કલીન સ્વીપ કર્યા બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહયં કે ેની ટીમ આગામી વિશ્વ કપ વિશે વિચારી રહી નથી. વર્ષ ર૦ર૩માં પ૦ ઓવરનો વિશ્વકપ ભારતમાં જ રમાશે અને કોહલીએ માન્યુ કે તેનું પુરૂ ધ્યાન સતત સારા પ્રદર્શન કરવા પર કેન્દ્રીત છે.

કોહલીએ કહયું અમે ર૦ર૩ વિશ્વકપ વિશે વિચારી રહયા નથી તે હજુ દુર છે. અમારી પ્રાથમીકતા હંમેશા વિશ્વ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન કરવા પર રહયું છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં અમે તેમ કરવામાં સફળ રહયા છીએ.અમે વિશ્વમાં બીજા ક્રમે છીએ અને તેનું એક સારૂ કારણ છે. કયારેક કયારેક અમે ટોપ પર પણ પહોંચ્યા છીએ.

કોહલીએ કહયું તમે ખરેખર વિશ્વકપ વિશે ૧ર મહિના પહેલા યોજના બનાવવાનું શરૂ કરો છો. પ્રાથમીકતા ભારતીય ક્રિકેટને ટોચ પર રાખવુ સતત ક્રિકેટ રમવુ અને મેચ જીતવી. તેથી અમે વિશ્વની ટોપ ટીમમાં સામેલ છીએ. વેસ્ટ ઇન્ડીઝ પર થયેલા સાત વિકેટથી જીતમાં યુવા બેટસમેન રિષભ પંતે મહત્વની ભુમીકા ભજવી અને શાનદાર અડધી સદી ફટકારી હતી.

કેપ્ટને અંતની પ્રશંસા કરતા કહયું સીરીઝમાં પંતનું પ્રદર્શન સારૂ રહયું. પ્રથમ બે મેચો માટે તે નિરાશ હતો કે તેણે રન ન બનાવ્યા. તે ખરેખર સારૂ રમી રહયો છે. બોલને સારી રીતે મારી રહયો છે. પરંતુ આ ટી-ર૦ ક્રિકેટ છે તેમાં આવુ થતું રહે છે.

કોહલીએ કહયું પરંતુ આજે તેણે પોતાની સ્કીલનો સારો ઉપયોગ કર્યો. જયારે જરૂર હતી ત્યારે મોટા શોટસ રમ્યો અને ઇનીંગને લય પ્રમાણે આગળ વધારી બેટીંગ કોચે તેને સંદેશ આપ્યો કે મેચમાં વિજય નિશ્ચિત કર અનેતેણે તે કામ કર્યુ. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત  ગુરૂવારથી થશે.

 

સારાએ બહુ સારૂ કામ કરીને ઉદાહરણ પુરૂ પાડયું છે કે કોઇ ખોટી હોવા નહી અને ડાર્ક ગ્લાસની ફેશન નહીઃ ઋષિકપુરે સારા અલીખાનના ભરપુર વખાણ કર્યા

મુંબઇ, તા., ૮: હાલમાં એકટર રીશીકપુરે નવોદીત કલાકાર સારા અલી ખાનના સોશ્યલ મીડીયા પર જબરદસ્ત વખાણ કર્યા હતા અને કહયું હતું કે એરપોર્ટ પર કેવુ વર્તન કરવુ જોઇએ એ સારા અલી ખાન પાસેથી શીખવુ જોઇએ. હાલમાં સારાનો એક વીડીયો વાઇરલ થયો છે જેમાં તે એરપોર્ટ પર પોતાનો સામાન જાતે લઇ જતી દેખાઇ રહી છે.

ર૩ વર્ષની સારા લખનૌથી મુંબઇ પરત આવી રહી હતી ત્યારે તે એરપોર્ટ પર પોતાનો સામાન જાતે લઇને જતી જોવા મળઇી હતી. આ સિવાય તેની સાથે કોઇ સ્ટાફની લાંબો ફોજ કે પછી અસીસ્ટન્ટ પણ નહોતા જોવા મળી રહયા.

રીશી કપુરે આર્ટીકલ ટવીટ કરીને કોમેન્ટ કરી છે કે સારાએ બહુ સારૂ કામ કરીને ઉદાહરણ પુરૂ ુ પાડયું છે. કોઇ ખોટી હવા નહી અને ડાર્ક ગ્લાસની કોઇ ફેશન નહી આ છોકરીએ જબરદસ્ત કોન્ફીડન્સ દેખાડયો છે.

સારા પર્સનલ લાઇફની વાત કરીએ તો કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ એક બીજા સાથે ખુબ એન્જોય કરી રહયા છે બંન્ને એક બીજા માટે એટલા દીવાના છે કે તેઓ ઘરવાળાની પણ વાત સાંભળતા નથી. જો તાજા મીડીયા રિપોર્ટસનું માનીએ તો સારા અલી ખાનનાી માતા અમૃતાસિંહ નથી ઇચ્છતી કે તેની પુત્રી કાર્તીક આર્યનને વધુ મળે. પરંતુ સારા અલી ખાન આ મુદ્દે તો કોઇ પણ સાંભળવાના મુડમાં હોય તેવું લાગતુ નથી. હાલમાં જ તે કાર્તીક આર્યન સાથે ઇદ મનાવવા પણ પહોંચી ગઇ હતી તેની તસ્વીરો હજુ પણ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ છે. જો બંન્નેની પ્રોફેશ્નલ લાઇફ અંગે વાત કરીએ તો તે ખુબ જ શાનદાર ચાલી રહી છે. આ સાથે જ કાર્તીક આર્યન અને સારા અલી ખાન ડીરેકટર ઇમ્તીયાઝ અલીની ફિલ્મનું પણ શુટીંગ કરી રહયા છે. કહેવાય છે કે આ એક રોમેન્ટીક ફિલ્મ છે જે બંન્નેના ચાહકોને ખુબ ગમશે. ફિલ્મનું નામ લવ આજ કલ ર છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.

(6:56 pm IST)