Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વિશ્વમા સૌથી વધુ કમાણી કરનારી યાદી જાહેરઃ બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ

૧પ મહિલાઓની યાદીમાં એકમાત્ર ભારતીય

નવી દિલ્હી તા. ૮ :.. સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં એકમાત્ર ભારતીય છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓમાં ૧૩મા સ્થાન પર છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની મહિલા ખેલાડીઓની આ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપ પર છે.

ફોર્બ્સ દ્વારા જાહેર સર્વાધિક કમાણી કરનારી મહિલા એથલીટસ ર૦૧૯ ની આ યાદી પ્રમાણે સિંધુની કમાણી પપ લાખ અમેરિકન ડોલર (આશરે ૩૮ કરોડ ૮૬ લાખ ૮૭ હજાર રૂપિયા) છે. ફોર્બ્સે કહયું, 'સિંધુ ભારતીય બજારમાં કમાણી કરનાર અગ્રણી મહિલા એથલીટ છે. વર્ષ ર૦૧૮ માં બીડબલ્યુએફ. વર્લ્ડ ટૂર ફાઇન્લસ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.'

વિશ્વની ટોપ ૧પ ખેલાડીઓની યાદીમાં સેરેના વિલિયમ્સ પ્રથમ સ્થાન પર છે. સેરેનાની કુલ કમાણી ર૯.ર મીલીયન ડોલર (આશરે કરોડ અમેરિકી ડોલર) છે. ફોર્બ્સે જણાવ્યું કે, ૩૭ વર્ષીય સેરેના આગામી વર્ષ સુધી ટેનિસ રમશે. ત્યારબાદ તે પોતાની નવી ઇનિંગના રૂપમાં કલોથિંગ લાઇનમાં 'એસ બાઇ સેરેના'માં આવશે અને ર૦ર૦ સુધી તે જવેલરી અને સૌંદર્ય ઉત્પાદકોને પણ લોન્ચ કરશે.

આ યાદીમાં બીજા સ્થાન પર જાપાનની નાઓમી ઓસાકા છે, જેણે ર૦૧૮ માં યુએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. આ ટાઇટલ મુકાબલામાં ઓસાકાએ ર૩ વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેનાને પરાજય આપ્યો હતો. ઓસાકાની કુલ કમાણી ર૪ લાખ અમેરિકન ડોલર છે. ૧પ મહિલા એથલીટસ વાળી આ યાદીમાં તે મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે, જેની કમાણી પ૦ લાખ અમેરિકન ડોલર છે.

જો આટલી કમાણી કરવા પ્રમાણે પુરૂષ ખેલાડીઓ પર નજર કરીએ, તો પ૦ લાખ અમેરિકન ડોલરની કમાણી કરનાર ૧૩૦૦ થી વધુ પુરૂષ ખેલાડી આ વર્ષે આવા હશે.

(6:55 pm IST)