Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ટીમ જાહેરઃ દિનેશ ચાંદીમલ, અકિલા ધનંજયા, દિલરૂવાજ્ઞ, પરેશની ટીમ વાપસી

નવી દિલ્હી  તા.૮ : ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ર ટેસ્ટ મેચોની સિરીઝ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં શ્રીલંકાએ રર સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જે બાદમાં ઘટાડીને ૧પ સભ્યોની કરવામાં આવશે. ન્યુઝીલેન્ડની ટીમ વિશ્વ કપ ર૦૧૯ ના વિશ્વકપમાં થયેલા અવિશ્વસનીય પરાજ્ય બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવી જોવા મળશે.

૧૪ ઓગસ્ટથી ગાલેમાં શરૂ થઇ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમમાં દિનેશ ચાંદીમલ, સ્પિનર અકિલા ધનંજયા અને દિલરૂવાન પરેરાની ટીમમાં વાપસી થઇ છે. આ સિવાય અનકેપ્ડ ઓલરાઉન્ડર દનુષ્કા ગુનાથિલકા અને ફાસ્ટ બોલર લાહિરૂ થિરિમાને, બેટિંગ ઓલરાઉન્ડર શેહાન જયસૂર્યા અને ફાસ્ટ બોલર આવ્યા છ.ે

એન્જેલો મેથ્યૂઝની ટીમમાં વાપસી થઇ છે, જે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર હતો. દિનેશ ચાંદીમાલને આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ડ્રો કરવામાં આવ્યો હતો. તેણે ડિમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરતા ફરી ટીમમાં તક મળી છ.ે

દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), એન્જેલો મેથ્યુઝ, દિનેશ ચાંદીમલ, લાહિરૂ થિરિમાને, ફુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડિસિલ્વા, એન્જલો પરેરા, ઓશાડા ફર્નાન્ડી, દનુષ્કા ગુનાથિલકા, શેહાન જયસૂર્યા, ચમિકા કરૂણારત્ને, દિલરૂવાન પરેરા, અકિલા ધનંજયા, લસિથ એમબુલ્ડેનિયા, લક્ષણ સંનદાકન, સુરંગા લકમલ લાહિરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડી, કસુન રજીથા અને અસિથા ફર્નાન્ડીનો સમાવેશ થયો છે.(૬.૩)

(6:57 pm IST)