Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસો.એ ફટકારેલો છ કરોડનો દંડ નહિં ભરીએ : ગોવા સરકારે ના પાડી દીધી

પણજી : ગોવા સરકારે હાલમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસીએશન (આઈઓએ) દ્વારા લગાડવામાં આવેલો છ કરોડ રૂપિયાનો દંડ ભરવાની ના પાડી દીધી છે. ૩૬મી નેશનલ ગેમ્સ ગોવામાં સમયસર આયોજીત ન કરી શકવાને કારણે ગોવા સરકાર પર આ દંડ લગાડવામાં આવ્યો છે. ગોવાના સ્પોટ્ર્સ મિનિસ્ટર મનોહર આજગાંવકરે જણાવ્યુ કે, રાજય સરકાર નેશનલ ગેમ્સ માટે પહેલા જ ૩૯૦.૪૭ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે, પણ ગેમ્સની તારીખ વારંવાર મોકૂફ કરવામાં આવી રહી હતી. ગોવા વિધાનસભામાં આ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમારા પર લગાડવામાં આવેલો દંડ અમે નહિં ભરીએ.

(1:26 pm IST)