Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ધવનના કમબેકથી રાહુલે ચોથા ક્રમે ઉતરવું પડશે

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે : સાંજે ૭ થી મુકાબલો : મિડલ-ઓર્ડરમાં મનિષ પાંડે અને શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને ચાન્સ મળશે, આ વન-ડે સિરીઝ ક્રિસ ગેઈલના કરીઅરની ફેરવેલ સિરીઝ હશે : નવદીપ સૈનીને પણ તક મળી શકે

ગયાના : આજથી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત એવા ફોર્મેટમાં કમબેક કરશે જેમાં ગયા મહિને ઇંગ્લેન્ડમાં હાર્ટ-બ્રેક થયું હતું. વન-ડેના વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં હાર પછી વિરાટ-સેના આજે પહેલી વન-ડે મેચ રમશે. ઓપનર શિખર ધવન ટીમમાં પાછા ફરતાં લોકેશ રાહુલ ચોથી પોઝિશન પર રમવા આવશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ૧૩૦ વન-ડેમાં ૧૭ સેન્યુરી ફટકારનાર, શિખર ધવન ઇન્ડિયાનો ત્રીજો બેટ્સમેન છે.

રિષભ પંતને જરૂરિયાત પ્રમાણે મેદાન પર ઉતારવામાં આવી શકે છે તો કેદાર જાધવને પાંચમાં અથવા તો છઠ્ઠા ક્રમે પણ મોકલવામાં આવી શકે. ટીમ મેનેજમેન્ટ મનીષ પાન્ડે અને શ્રેયસ અય્યરમાંથી કોને સિલેકટ કરે છે એ ટોસ વખતે ખબર પડશે.

ભુવનેશ્વર કુમાર એક અઠવાડિયામાં ત્રણ ટી-૨૦ ઇનટરનેશનલ મેચ રમ્યો છે એટલે મોહમ્મદ શમી બોલિંગ અટેકને લીડ કરી શકે અને નવદીપ સૈની વન-ડે ડેબ્યુ કરી શકે એમ છે. ટૂર ટીમમાં ખલીલ એહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ છે. કેદાર અને રવિન્દ્ર જાડેજા પાર્ટ-ટાઈમ બોલિંગ કરીને જામી ગયેલી પાર્ટનરશિપ તોડવા સક્ષમ છે. મંગળવારે ભારતે ત્રીજી ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ૭ વિકેટે હરાવીને ટી૨૦ સિરીઝમાં ૩-૦થી વાઇટવોશ કર્યો હતો.

આ ૩ વન-ડેની સિરીઝ યુનિવર્સલ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલના વન-ડે કરીઅર છેલ્લી સીરીઝ છે. તેણે વર્લ્ડ કપ વખતે આ બાબતની જાહેરાત કરી હતી. ગેઇલ વન-ડે ક્રિકેટમાં ઘણી આક્રમક અને યાદગાર ઇનિંગ્સ રમી છે. લેફ્ટી ઓપનર જોન કેમ્પબેલ, રોસ્ટન ચેસ અને ઓલરાઉન્ડર કીમો પોલને ૧૪-મેમ્બરની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં વનડે સીરીઝમાં કમબેક કરવાનો ચાન્સ મળ્યો છે. પહેલી વન-ડે આજે ગયા નેશનલ સ્ટેડિયમ અને છેલ્લી બે વન-ડે ૧૧ અને ૧૪ ઓગસ્ટે ટ્રિનિદાદ કિવન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે.

(1:26 pm IST)