Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વિરાટ કોહલી પાસે શાનદાર તક : 19 રન બનાવતાં તોડી નાંખશે મિયાંદાદનો રેકોર્ડ

કેરેબિયન સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કરશે

વેસ્ટઇન્ડિઝ સામે ટી-20 સીરીઝ પર 3-0થી કબજો જમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા વન ડે સીરીઝમાં પણ યજમાન ટીમને હરાવવા મેદાનમાં  ઉતરશે. ત્રણ વન ડે મેચની સીરીઝનો પ્રથમ મુકાબલો ગુયાનામાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર 7.00 વાગ્યે શરૂ થશે.

 હાલની સીરીઝના પ્રથમ વન ડેમાં વિરાટ કોહલી મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી શકે છે. તે 19 રન બનાવતાં જ વેસ્ટઇન્ડીઝ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલ આ રેકોર્ડ પાકિસ્તાનના દિગ્ગજ જાવેદ મિયાંદાદના નામે છે.

 

મિયાંદાદે વેસ્ટ ઇન્ડીઝ સામે 64 વન ડેમાં 1930 રન બનાવ્યાં છે જ્યારે વિરાટ કોહલીએ કેરેબિયન ટીમ વિરુદ્ધ અત્યાર સુધી 33 મેચ રમી છે અને 1912 રન તેના ખાતામાં નોંધાયા છે. તે મિયાંદાદનો રેકોર્ડ તોડવાથી ફક્ત 19 રન દૂર છે.

વિરાટે ટ્વિટર પર વીડિયો શેર કરીને પોતાની ફિટનેસ વિશે જણાવ્યું કે, નિયમિત રૂપે કામ અને ટેકનિક પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી મારી ગતિશીલતા અને શરીરની તાકાતમાં પણ સુધારો થયો છે.

બીજી બાજુ, વેસ્ટન્ડીઝ સામે સૌથી વધુ વન ડે સદી ફટકારવાની વાત કરીએ તો વિરાટ કોહલી તેમાં પણ સૌથી આગળ છે. તેણે વેસ્ટઇન્ડીઝ સામે અત્યાર સુધી 33 મેચમાં 7 વન ડે સદી ફટકારી છે. જ્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન કાશિમ અમલા, એબી ડિવિલિયર્સ અને હર્શલ ગિબ્સના નામે 5-5 સદી છે.

(12:22 pm IST)