Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

''तुम मुझे खून दो मैं तुम्हे आजादी दूंगा''' : સ્‍વતંત્રતા દિવસ ઉપર તમામ દેશવાસીઓ સહિત ટીમના સાથી ખેલાડીઓ શિખર ધવન અને રિષભ પંતને કંઇક અલગ કરવા માટે નોમીનેટ કર્યાઃ સોશ્યલ મીડિયામાં વિરાટ કોહલીનો વીડિયો વાયરલ

મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ જીતવા માટે પોતાના અભિયાનમાં જોડાઇ ગયો છે. આ વચ્ચે કેપ્ટન કોહલીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે સ્વતંત્રતા દિવસ પર તમામ દેશવાસીઓ સહિત ટીમના સાથી ખેલાડીઓ શિખર ધવન અને રિષભ પંતને કંઇક અલગ કરવા માટે નૉમિનેટ કર્યા છે. 

વિરાટ કોહલીએ વીડિયો શૅર કરતા કહ્યુ કે, ''तुम मुझे खून दो मैं तुम्हे आजादी दूंगा'', બાળપણમાં આ વાત મેં સાંભળી હતી તે આજે પણ યાદ છે, આ માટે હું આ વેશભૂષામાં સ્વતંત્રતા દિવસ પર નવા લૂકમાં જોવામાં માટે શિખર અને રિષભ તથા તમામ દેશવાસીઓને નોમિનેટ કરું છું.''
વિરાટે આગળ કહ્યુ કે, સ્વતંત્રતા દિવસ પર તમારા નવા લૂકને સોશ્યલ મીડિયા પર શૅર કરો અને # Veshbhusha લખો, કોહલીનો આ વીડિયો ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ સારી બેટિંગ કરી છે. બર્મિધમમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 149 અને બીજી ઇનિંગમાં 51 રન કર્યા.
આ પ્રવાસ પર કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરવાની ખૂબ જ નજીક છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 67 મેચની 114 ઇનિંગ્સમાં 54.28ની  અવરેજથી 5754 રન કર્યા. આ સીરિઝમાં કોહલી જો 246 રન કરી લે તો આ ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન બનાવનારા 10મો ભારતીય ક્રિકેટર બની જશે.

(6:11 pm IST)