Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મેચમાં જયારે મારી પુત્રી જીવા હાજર હોય છે ત્યારે એક જોશ આવી જાય છે: ધોની

નવી દિલ્હી: ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે મેચ દરમિયાન પોતાની પુત્રી જીવાની હાજરી તેને મેચના તણાવને દૂર રાખે છે. અને જોશ બનાવી રાખે છે. આ વખતની આઇપીએલ મેચોમાં જીવા માતા સાક્ષી સાથે નિયમિત મેચ જોવા માટે સ્ટેડિયમમાં જોવા મળી હતી

ધોનીને જ્યારે પુત્રી જીવાની મેચોમાં હાજરી વિશે પૂછવામાં  આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું કે હું જ્યાં પણ જાવ છું મને જીવા વિશે જરૂર પૂછવામાં આવે છે આ વાત મને ગમે છે કે નથી ગમતી આ દૂરની વાત છે પણ મારી પુત્રી જીવા જયારે પણ મારી સાથે હોય છે ત્યારે મને ખુબ ગમે છે તે મારા માટે એક ઉર્જા પુરી પડે છે એવો અનુભવ થાય છે.

(5:08 pm IST)