Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દોડના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નિકોલ્સનું કાર અકસ્માતમાં મોત

નવી દિલ્હી: વિશ્વ ચેપીયનશીપ 2015માં 400 મીટર દોડના વિજેતા કીનિયાઈ એથ્લીટ નિકોલસ બેટનું તેના ઘરની નજીક કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ અધિકારી પેટ્રિક વંબાનીએ કહ્યું તેની કાર રસ્તામાં કાઈ આદુ આવતા ઉંધી પડી ગઈ હતી જેમાં તેની મોત થઇ છે,

28 વર્ષીય બેટે બીજિંગમાં વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયશીપમાં ગોલ્ડ મેડલ મેળ્યું હતું.આંતરરાષ્ટ્રીય એથ્લેટીક્સ મહાસંઘ દ્વારા તેના મોતના સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું છે.

(5:07 pm IST)