Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કાલથી લોડ્ર્સમાં બીજો ટેસ્ટ : શાસ્ત્રી અને સચિન ઘંટ વગાડી શરૂઆત કરશે

સચિન તેન્ડુલકર અને ભારતીય ટીમનો કોચ રવિ શાસ્ત્રી આવતીકાલથી લોડ્ર્સમાં શરૂ થતી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ઘંટ વગાડશે એવી જાણકારી ક્રિકેટના મક્કા ગણાતા આ ગ્રાઉન્ડના પ્રશાસન અધિકારી હ્યુગો બર્નાડે આપી છે.

લોડ્ર્સ ખાતે ટેસ્ટ મેચ શરૂ થવાની પાંચ મિનિટ પૂર્વે જાણીતા ક્રિકેટર, આ રમતના કોઈ અધિકારી અથવા રમતની જાણીતી વ્યકિત દ્વારા દરરોજ ઘંટ વગાડવાનો રીવાજ છેલ્લા ૧૧ વર્ષથી અસ્તિત્વમાં છે.

પહેલા દિવસે ટેસ્ટ મેચની શરૂઆત તેન્ડુલકર ઘંટ વગાડે પછી થશે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિ શાસ્ત્રીને આ ઘંટ વગાડવા આમંત્રણ આપ્યુ છે એમ હ્યુગો બર્નાડે જણાવ્યુ હતું. છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં ભારતના છ ખેલાડીઓ અહિં લોડ્ર્સ ખાતે ઘંટ વગાડી ચૂકયા છે.

ભારતના જે છ ખેલાડીઓ આ મેદાન પર ઘંટ વગાડવાનું બહુમાન મેળવી ચૂકયા છે. એમાં સુનિલ ગાવસ્કર, ટાઈગર પટૌડી, દિલીપ વેન્ગસરકર, રાહુલ દ્રવિડ, કપિલ દેવ અને સૌરવ ગાંગુલીનો સમાવેશ થાય છે.

 

(1:57 pm IST)