Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ટીમ ઇન્ડિયા વિશ્વકપની પ્રબળ દાવેદાર : ભારતની જીત પર 13/8નો ભાવ:સટ્ટાબજારનો વર્તારો

સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારત ફાઇનલમાં પહોંચશે :ત્રીજીવાર વિશ્વ વિજેતા બનશે

મુંબઈ :વર્લ્ડ કપ 2019 ના હવે માત્ર ત્રણ મેચ બાકી રહ્યાં છે ગ્રુપ સ્ટેજ ખત્મ થયા બાદ હવે નૉક આઉટ સ્ટેજ શરૂ થશે વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઇનલ મેચ રમાશે.ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે.ગુરુવારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ-ફાઇનલ મેચ રમાશે. આ દરમિયાન વર્લ્ડ કપ કોણ જીતશે તેને લઇને પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ઘણા દિગ્ગજોએ ભારતને ફેવરેટ ગણાવ્યું છે.

 સટ્ટાબાજોનું માનીએ તો વિશ્વ કપની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ છે. આનું સૌથી મોટું કારણ ભારતનું લીગ સ્ટેજનું પ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 9માંથી 7 મેચો જીતીની સેમિ-ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ભારતને ફક્ત ઇંગ્લેન્ડ જ હરાવી શક્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ હતી.

  લૈડબ્રોક્સ અને બેટ-વે જેવી ઑનલાઇન સટ્ટેબાજી વેબસાઇટ્સ અનુસાર ભારતીય ટીમ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જશે. એટલું જ નહીં રવિવાર 14 જુલાઈનાં લૉર્ડ્સમાં થનારી ફાઇનલ મેચમાં પણ જીત મેળવશે અને ત્રીજીવાર વિશ્વ વિજેતા બનશે. લૈડબ્રોક્સે ભારતની જીત પર 13/8નો ભાવ આપ્યો છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ 15/8, ઑસ્ટ્રેલિયા 11/4 અને ન્યૂઝીલેન્ડ 8/1નો નંબર આવે છે. જો કોઈ 13/8નાં ભાવ પર સટ્ટો લગાવે છે તો તેનો મતલબ તેણે જેટલી પણ રાશિ દાવ પર લગાવી છે, તેને જીત પર તેની લગાવેલી રકમ કરતા 13 ગણી રકમ કરીને 8મો ભાગ કરવામાં આવશે અને જે રકમ આવશે તે વિજેતાને આપવામાં આવશે

બેટવેએ પણ ભારતને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. તેણે ભારત માટે 2.8, ઇંગ્લેન્ડ માટે 3, ઑસ્ટ્રેલિયા માટે 3.8 અને ન્યૂઝીલેન્ડ માટે 9.5નો ભાવ આપ્યો છે. ભારત પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. જો કે વર્લ્ડ કપમાં ભારત પર ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે રહ્યું છે. બંને ટીમો 8 વાર ટકરાઇ ચુકી છે, જેમાં 4 વાર ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. 3 વાર ભારતીય ટીમે જીત મેળવી છે. તો એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ છે.

લૈડબ્રોક્સનાં પ્રમાણે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવવાનાં મામલે ભારતનો ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા 8/13, ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર 11/8 અને ઇંગ્લેન્ડનો જો રૂટ 20/20નાં ભાવે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટૉપ-5માં સામેલ છે અને તેને 33/1નો ભાવ મળી રહ્યો છે.

(12:44 am IST)