Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વર્લ્ડકપ:14મીએ લોર્ડ્સમાં ફાઇનલ મુકાબલો: વિજેતા ટીમને મળશે કરોડો રૂપિયા :રનર્સ -અપ ટીમ પર પણ થશે ધનવર્ષા

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર લાગ્યા

મુંબઈ :આઈસીસી વર્લ્ડકપની હવે માત્ર ત્રણ મેચ બાકી છે જેમાં બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ છે પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 જુલાઈ અને બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ રમાશે.જયારે વિશ્વ કપની 12મી સિઝનની ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે

  વિશ્વ કપ 2019 ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ ટીમ જીતશે ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. પ્રથમ અને બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ ફાઇનલમાં ટકરાશે. શરે દોઢ મહિના સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં વિનરને અઢળક ઈનામી રકમ મળવાની છે

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર લાગી છે. વિશ્વ કપ 2019ની વિજેતા ટીમને રકમમાંથી 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા મળશે. ઇટલની રનર્સ-અપ ટીમ પર પણ રૂપિયાનો વરસાદ થશે. આઈસીસી પ્રમાણે વિશ્વ કપ 2019ના ફાઇનલમાં હારનારી ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવશે

 

(11:21 pm IST)