Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હું વર્તમાનમાં રહેવાની કોશિષ કરૂ છું : આફ્રિકા સામે રમ્યા બાદ કોન્ફીડન્સ વધ્યો : રોહિત

પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલા ટીમ ઈન્ડિયાના ટાઈગર્સ કાલે ન્યુઝીલેન્ડને પછાડશે!

લીડ્સ : છેલ્લી લીગ મેચમાં રેકોર્ડ પાંચમી સેન્ચુરી ફટકારનાર ભારતના ઓપનર રોહિત શર્મા વર્તમાન માં રહેવા માંગે છે. વન-ડેમાં ૩ ડબલ સેન્ચી ફટકારનાર રોહિત એક વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માં પાંચ સેન્યુરી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. તેણે શ્રીલંકા સામે ૧૦૩ રનની અટેકિંગ ઇનિંગ રમી ને ભારતને આ વર્લ્ડ કપમાં આઠમી જીત અપાવી હતી. આ પહેલા એક વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ૪ સેચુરીનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારા નામે હતો જેણે ૨૦૧પમાં લાગલગાટ ૪ ઇનિંગમાં સેન્ચુરી ફટકારી હતી.

સાઉથ આફ્રિકા સામે હાર ને કારણે ઓસ્ટ્રેલિયા પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે આવતો તેમનો મુકાબલો ત્રીજા નંબરની ઈંગ્લેન્ડ સામે જયારે નંબર વન ભારતનો મુકાબલો ચોથા નંબરની ન્યુ ઝિલેન્ડ સામે થશે.

રોહિત વિરાટ કોહલીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, એક ક્રિકેટર તરીકે અમને ખબર છે કે અમારે ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં રહીને રમવાનું છે. એટલા માટે મારું ફોકસ વર્તમાનમાં રહેવાનું છે અને બેટિંગ યુનિટ તરીકે ટીમમાં મેકિઝમમ યોગદાન આપવાનું છે. આપણે બધાને ખબર છે કે વર્લ્ડ કપ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ છે. અમે ખૂબ સારા ફોર્મ સાથે આ ટુર્નામેન્ટમાં રમવા આવ્યા છીએ અને અમે તમારા સારા ફોર્મ પ્રમાણે પર્ફોર્મ કરી રહ્યો છે. હું સાઉથ આફ્રિકા સામેની મેચ માં ખૂબ સારો રમ્યો અને ત્યાંથી મારો કોન્ફિડન્સ વધતો ગયો.

આઇસીસી રેન્કિંગમાં વિરાટની નજીક પહોંચ્યો રોહિત

લંડન : વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ઓપનર રોહિત શર્માએ પાંચ સેન્ચ્યુરી ફટકારી ને રેકોર્ડ કર્યો છે અને એને કારણે તે આઈસીસી રેન્કિંગમાં નંબર વન વિરાટ કોહલીની નજીક એટલે કે બીજા નંબરે આવી ગયો છે. વર્લ્ડ કપમાં કોહલીએ અત્યાર સુધી ૬૩.૧૪ની એવરેજથી કુલ ૪૪૨ રન કર્યા છે જેમાં પાંચ હાફ સેન્યુરી સામેલ છે, જયારે રોહિતે પાંચ સેન્યુરીની મદદથી કુલ ૬૪૭ રન કર્યા છે. કોહલી પોતાના પર્ફોર્મન્સને કારણે આઈસીસી રેન્કિંગમાં ૮૯૧ પોઈન્ટ્રસ સાથે નંબર વન છે, જયારે બીજા ક્રમાંકે રોહિત શર્મા કોહલી કરતાં માત્ર ૫૧ પોઈન્ટ્સ પાછળ રહીને બીજા નંબરે આવી ગયો છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે ૮૨૭ પોઈન્ટ્સ સાથે પાકિસ્તાનનો પ્લેયર બાબર આઝમ જામેલો છે. ચોથા અને પાંચમા ક્રમાંક અનુક્રમે ફાફ ડુ પ્લેસી અને રોસ ટેલર ૮૨૦ પોઈન્ટ્સ અને ૮૧૩ પોઈન્ટ્સ ધરાવે છે.

(4:02 pm IST)