Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

કાલે અને રીઝર્વ-ડેના દિવસે વરસાદથી મેચ રદ્દ થાય તો ભારત ફાઈનલમાં

ટીમ ઈન્ડિયાને ૧૫ અને ન્યુઝીલેન્ડને ૧૧ પોઈન્ટ છે

લંડન : આવતી કાલે ૧૨માં વન-ડે વર્લ્ડ કપની પહેલી સેમિ ફાઇનલ મેચ. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્રિટિશ હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આવતી કાલે મેન્ચેસ્ટરના મોટાભાગના વિસ્તારોમાં વાદળ છવાયેલા રહેશે. અહીં તાપમાન મેકિસમમ ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેશે. આવતીકાલે અહીં હળવા વરસાદ વરસી શકે છે. જો પહેલી સેમી ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહેશે, કારણ કે રિઝર્વ છે એટલે કે બીજા દિવસે મેચ રમાડવામાં આવશે અને જો વરસાદને કારણે બીજા દિવસે એટલે કે ૧૦ જુલાઈનો દિવસ પણ ધોવાઈ જાય તો બન્ને ટીમ માંથી જે ટીમના પોઇન્ટ સૌથી વધુ હશે એ ટીમ ફાઈનલમાં પહોંચશે.

ટીમ ઇન્ડિયા ૧૫ પોઇન્ટ અને ન્યુ ઝીલેન્ડ ૧૧ પોઇન્ટ ધરાવે છે અને આમ વધારે પોઇન્ટ હોવાને કારણે ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે.

(4:00 pm IST)