Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જાડેજા-માંજરેકર વિવાદ વિશે રોહિતે કહ્યું....

બહારની વાતથી દૂર રહેવું દરેક એકિટવ ખેલાડી માટે ચેલેન્જ છે

લિગ-સ્ટેજમા હાઇએસ્ટ રન બનાવનાર આ મુંબઈકરે કહ્યું, ડિસ્ટ્રેશન થશે છતાં હું એનાથી દૂર રહેવાની કોશિશ કરૃં છું

લીડ્સ : રવિન્દ્ર જાડેજાએ સંજય માંજરેકરની વિવાદાસ્પદ કમેન્ટ્સનું ટ્વિટર પર ગુસ્સામાં રિએકશન આપ્યું હતું. જોકે રોહિત શર્માએ ડિસ્ટ્રેશન એટલે કે માનસિક શાંતિ ભંગ કરનારી કમેન્ટ્સ સાથે કેવી રીતે જીવવું એ શીખી લીધું છે. રોહિતનું માનવું છે કે ખલેલ પહોંચાડનારા તત્વો હમેશાં એકિટવ પ્લેયરો માટે ચેલેન્જ રહેશે.

ભારતનો કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે બહારની વાતોથી ટીમને કંઈ ફરક નથી પડતો અને તે માને છે કે ચેન્જ રૂમ એટલે કે ડ્રેસિંગ-રૂમમાં તેઓ શું વિચારે છે એ મહત્વનું છે. જાડેજા-માંજરેકર વિવાદ વિશે પૂછવામાં આવતા વર્લ્ડ કપ ઇતિહાસમાં ૬ સેન્યુરી બનાવનાર રોહિત મીડિયાને કહ્યું, બહાર થતી ટીકાઓથી દૂર રહેવું દરેક એકિટવ ક્રિકેટર માટે ચેલેન્જ છે. દરેક ઈન્ડિવિડયુઅલ અલગ છે અને એ તેના પર ડિપેન્ડ કરે છે કે તે કોઈ ટીકા વિશે કેવી રીતે વિચારે છે. હું ટીકા થી દૂર રહેવા માગું છું અને પરિવાર સાથે ઇંગ્લેન્ડનું બ્યુટીફુલ કલાઇમેટ એન્જોય કરવા માગું છું.

(3:59 pm IST)