Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પર પાકિસ્તાનની છ વિકેટે જીત

પાકિસ્તાન તરફથી ફખરના ઝંઝાવતી ૯૧ રન : ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ મેચમાં પાક ટીમ છવાઇ ગઇ

હરારે,તા. ૮ : હરારે ખાતે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની ફાઇનલ મેચમાં પાકિસ્તાને છેલ્લી ઘડીએ જોરદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે જીત મેળવી હતી. સમગ્ર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો દેખાવ જોરદાર રહ્યો હતો પરંતુ ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમનો દેખાવ વધુ સારો રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે શોર્ટ ૭૬ અને ફિન્ચના ૪૭ રનની મદદથી આઠ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ચાર બોલ ફેંકવાના બાકી હતા ત્યારે છ વિકેટે જીત મેળવી લીધી હતી. પાકિસ્તાન તરફતી ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાને ૪૬ બોલમાં ૧૨ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૯૧ રન બનાવ્યા હતા. શોએબ મલિક ૪૩ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી કેપ્ટન શરફરાઝે ૨૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મુખ્ય બોલરો ફ્લોપ રહ્યા હતા. મેક્સવેલે ઓપનિંગમાં બોલિંગ કરી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાએ લડાયક બેટિંગ કરી હતી. શોર્ટે ૭૬ અને ફિન્ચે ૪૭ રન કર્યા હતા. લાંબા સમય બાદ ટીમમાં પરત ફરેલા ઝડપી બોલર મોહમ્મદ આમીરે ૩૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. શાદાબે બે વિકેટ ઝડપી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન શ્રેણીમાં જ ફિન્ચે ટ્વેન્ટી ક્રિકેટની સૌથી લાંબી ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં હરારે ખાતે ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્બે પર જીત મેળવી હતી. રમતની મુખ્ય વિશેષતા ઓસ્ટ્રેલિયાના ધરખમ ખેલાડી એરોન ફિન્ચની ઝંઝાવતી સદી રહી હતી. ફિન્ચે ૭૬ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૭૨ રન કર્યા હતા. આની સાથે જ ટ્વેન્ટી ક્રિકેટની સૌથી લાંબી ઇનિગ્સ રમી હતી. ફિન્ચેે પોતાનો જ રેકોર્ડ તોડ્યોહતો. ફિન્ચે ઇતિહાસ રચ્યો હતો. તે પહેલા ફિન્ચે ઇંગ્લેન્ડની સામે માત્ર ૬૩ બોલમાં ૧૫૬ રનની ઇનિગ્સ રમી હતી. આ મેચ સાઉથમ્પટન ખાતે રમાઇ હતી. જેમાં ૨૯મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે તોફાની ઇનિગ્સ રમી હતી.

હરારે સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા ઈનિંગ્સ :

શોર્ટ

કો. ફરહાન બો. શહાઆફ્રિદી

૭૬

ફિન્ચ

કો. ફરહાન બો. શાદાબ

૪૭

મેક્સવેલ

કો. આશીફ બો. શાદાબ

૦૫

સ્ટેનોઇસ

કો. ફખર બો. આમીર

૧૨

હેડ

કો. હસન બો. આમીર

૧૯

કેરી

કો. શાદાબ બો. અશરફ

૦૨

અગર

બો. હશનઅલી

૦૭

વિલ્ડરમુથ

અણનમ

૦૧

ટાઇ

બો. આમીર

૦૦

રિચર્ડસન

અણનમ

૦૬

વધારાના

 

૦૮

કુલ

(૨૦ ઓવરમાં ૮ વિકેટે)

૧૮૩

પતન : ૧-૯૫, ૨-૧૦૯, ૩-૧૪૬, ૪-૧૪૮, ૫-૧૬૬, ૬-૧૭૬, ૭-૧૭૬, ૮-૧૭૭.

બોલિંગ : આમીર : ૪-૦-૩૩-૩, અશરફ : ૪-૦-૩૮-૧, હસનઅલી : ૪-૦-૩૮-૧, શાહ આફ્રિદી : ૪-૦-૩૨-૧, શાદાબ : ૪-૦-૩૮-૨

પાકિસ્તાન ઇનિગ્સ :

ફખર              કો. સબ બો. રિચર્ડસન     ૯૧

ફરહાન            સ્ટ. કેરી બો. મેક્સવેલ      ૦૦

તલત             કો. રિચર્ડસન બો. મેક્સવેલ ૦૦

શરફરાઝ          રનઆઉટ                  ૨૮

શોએબ મલિક     અણનમ                    ૪૩

આશીફ અલી      અણનમ                    ૧૭

વધારાના                                     ૦૮

કુલ               (૧૯.૨ઓવરમાં ૪ વિકેટે ) ૧૮૭

પતન  : ૧-૨, ૨-૨, ૩-૪૭, ૪-૧૫૪

બોલિંગ : મેક્સવેલ : ૩-૦-૩૫-૨, સ્ટેનલેક : ૪-૦-૨૫-૦, રિચર્ડસન : ૪-૦-૨૯-૧, ટાઈ : ૪-૦-૩૩-૦, સ્ટેનોઇસ : ૨.૨-૦-૩૧-૦, વિલ્ડરમુથ : ૧-૦-૧૬-૦, અગર : ૧-૦-૧૬-૦

(7:43 pm IST)