Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

રશિયાના ફીસ્ટ સ્ટેડીયમમાં ગઈ રાતે રમાયેલ FIFA વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલમાં રશિયાને હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યું ક્રોઅેટીયા

રશિયાના ફીસ્ટ સ્ટેડીયમમાં ગઈ રાતે રમાયેલ ક્વાર્ટર ફાઈનલમાં નિર્ધારિત સમય સુધી સ્કોર ૧-૧ રહ્યો અને વધારાના સમયમાં પણ બને ટીમે એક-એક ગોલ કર્યો હતો. ત્યાર બાદ વિજેતાનો નિર્ણય પેનલ્ટી શૂટ દ્વ્રારા કરવામાં આવ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાના ચાર ખેલાડીઓએ ગોલ કર્યા જયારે રશિયાના ત્રણ ખેલાડી જ ગોલ કરવામાં સફળ રહ્યા હતા.

શૂટઆઉટ પહેલા ક્રોએશિયા માટે એન્ડ્રેઝ કરામારિક (૩૯ મી મિનીટ) અને ડોમાગોજ વિદા (૧૦૧ મિનીટ) એ ગોલ કર્યો હતો. જયારે રશિયા માટે ડેનિસ ચેરીશેવ (૩૧ મી મિનીટ) અને મારિયો ફર્નાન્ડેઝ (૧૧૫ મી મિનીટ) એ ગોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, સેમીફાઈનલમાં ક્રોએશિયાનો મુકાબલો બુધવારે ઇંગ્લેન્ડથી થશે.

ઉલ્લેખનીય છે કે, ક્રોએશિયાએ પોતાના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ક્રોએશિયા ગ્રુપ સ્તરમાં ત્રણ મેચમાં ત્રણ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં અંતિમ-૧૬ માં પહોચ્યું હતું જ્યાં તેને ડેનમાર્કને પેનલ્ટી શૂટઆઉટમાં ૩- (-) થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પગલું ભર્યું હતું. ક્રોએશિયા ૧૯૯૮ માં પ્રથમ વખત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોચ્યું હતું અને ૨૦ વર્ષ બાદ એક વખત ફરીથી તે અંતિમ-૪ માં પહોંચવામાં સફળ રહ્યું છે.

(1:12 pm IST)