Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભારતીય ખેલાડીઓને બાયો બબલમાંથી છુટકારો મળશે

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાયનલ બાદ સાઉથમ્પટનમાં રોકાયેલ ક્રિકેટરોને મળનાર છૂટમાં તેઓ હરી ફરી શકશે

નવી દિલ્હી, તા. : ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીંયા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ બાદ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમશે.

 હાલમાં ખેલાડીઓ સાઉથેમ્પટનમાં રોકાયા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અહીંયા રમવાની છે. જોકે હાલમાં ખેલાડીઓ બાયો બબલમાં છે અને તેમને કોઈને મળવાની પરવાનગી નથી પણ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ બાદ ભારતીય ખેલાડીઓને બાયો બબલમાંથી ૨૦ દિવસ માટે બહાર નીકળવાની છૂટ મળશે. આદરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાંહરી ફરી પણ શકશે. જોકે દરમિયાન કેટલાક નિયમોનુ ખેલાડીઓએ પાલન કરવાનુ રહેશે.

સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ બાદ ખેલાડીઓ ૨૪ જૂનથી બાયોબબલની બહાર નીકળી શકશે. પછી ૧૪ જુલાઈથી ફરી તેમને બાયો બબલમાં જવુ પડશે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ મહિના ચાલવાનો છે અને સપ્ટેમ્બરમાં પ્રવાસ પૂરો થશે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ખેલાડીઓ માટે બ્રેક જરુરી છે. કારણકે ઈંગ્લેન્ડ સામે સિરિઝ પૂરી કર્યા બાદ ખેલાડીઓએ સીધા યુએઈ જવાનુ છે. જ્યાં તેમને આઈપીએલની બાકીની મેચોમાં ભાગ લેવા માટે ફરી હોટલોમાં પૂરાઈ રહેવુ પડશે અને ત્યાં પણ બાયો બબલમાં રહેવુ પડશે.

૨૦ દિવસના બ્રેક દરમિયાન ટીમના ખેલાડીઓ બ્રિટનમાં ક્યાં પણ હરી ફરી શકશે. જોકે ટ્રાવેલ પ્લાન એવી રીતે બનાવાશે કે ખેલાડીઓ અને તેમના પરિવાર કોઈ જગ્યાએ ફસાઈ ના જાય. કારણકે કોરોનાના કેસ અચાનક વધી જવાથી જો ટ્રાવેલ કરવા પર પ્રતિબંધ આવે તો ખેલાડીઓ અટવાય નહીં તે પણ જોવું પડશે.

(7:57 pm IST)