Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ફ્રેન્ચ ઓપન : છેલ્લા ૧૧ વર્ષમાં ફેડરરનો નડાલ સામે સૌથી ખરાબ પરાજય : કાલે ફાઈનલ

વિમેન્સમાં ચેક ગણરાજયની માર્કેટા વોડરસોવા અને ઓસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટી વચ્ચે આજે સાંજે મુકાબલો

પેરિસ :  રાફેવ નડાલે ફ્રેન્ચ ઓપન સેમી-ફાઈનલમાં તેના સૌથી જૂના હરીફ ખેલાડી રોજર ફેડરરને છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી ખરાબ પરાજય આપ્યો હતો. આ જીત સાથે નડાલ ૧રમાં ફ્રેન્ચ ઓપન ટાઈટલથી એક જીત દૂર છે. ૩૩ વર્ષના નડાલે ફેડરરને ૬-૩, ૬-૪, ૬ ર માર્જીન થી હરાવ્યો હતો.

વિમેન્સ કેટેગરીમાં ચેક ગણરાજયની ૧૯ વર્ષની માર્કટા વોંડર્સોવા અને ઓસ્ટ્રેલિયાની એલ બાર્ટી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. બન્ને પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચી છે. વિમેન્સ ફાઈનલ મુકાબલો આજે સાંજે ૬:૩૦ વાગ્યાથી રમાશે.

(2:42 pm IST)