Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભારતીય મહિલા ક્રિકેટમાં ટી-20માં 2000 રન પુરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની મિતાલી રાજ

નવી દિલ્હી:મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં ૨,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારી સૌપ્રથમ ભારતીય ક્રિકેટર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે. મિતાલી ટી-૨૦મા ૨૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારી સાતમી મહિલા ક્રિકેટર બની છે. મેન્સ ક્રિકેટમાં ભારત તરફથી ટી-૨૦માં હાઈએસ્ટ રન ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે,જેણે ૧૯૦૫ રન કર્યા છે. મિતાલીની માઈલસ્ટોન સિદ્ધિની સાથે ભારતે એશિયા કપ ટી-૨૦માં શ્રીલંકા સામે સાત વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યુ હતું. બાંગ્લાદેશ સામેની હાર બાદ વધુ આક્રમકતા સાથે શ્રીલંકા સામે રમતાં ભારતની બોલરોએ અસરકારક દેખાવ કર્યો હતો. શ્રીલંકા સાત વિકેટે માત્ર ૧૦૭ રન કરી શક્યું હતુ, જેમાં હાસીની પરેરાના અણનમ ૪૬ રન મુખ્ય હતા. ભારત તરફથી એકતા બિસ્તે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૧૦ રન કરતાં મેચ જીતી લીધી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવીરાખ્યું હતુ. મિતાલી રાજે ૨૩ બોલમાં ૨૩ રન કરતાં આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૨,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો. જ્યારે વેદા ક્રિશ્નમૂર્તિએ અણનમ ૨૯ રન કર્યા હતા.

 

 

(4:21 pm IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST