Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ગયા ફૂટબોલ વર્લ્ડ કપમાં મેસ્સીની ટીમને કરવો પડ્યો હતો હારનો સામનો

નવી દિલ્હી:ફીફા વર્લ્ડ કપની શરૃઆત આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વર્તમાન ચેમ્પિયન જર્મની ફરી એકવાર ટાઇટલ જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે. છેલ્લા વર્લ્ડ કપમાં જર્મનીએ ફાઇનલ મેચમાં આર્જેન્ટિના પર એક શુન્યથી જીત મેળવી હતી. 

 

આની સાથે તે વર્લ્ડ કપ જીતી જવામાં સફળ રહ્યુ હતુ. વિશ્વ ફુટબોલના સૌથી શક્તિશાળી ખેલાડી લિયોનેલ મેસ્સીની હાજરી હોવા છતાં ટીમની હાર થતા આર્જેન્ટિનાના ફુટબોલ ચાહકો નિરાશામાં ગરકાવ થઇ ગયા હતા. વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને નેધરલેન્ડની ટીમ રહી હતી. જ્યારે ચોથા સ્થાને બ્રાઝિલની ટીમ રહી હતી. વખતે નેધરલેન્ડની ટીમ ક્વાલિફાઇંગ રાઉન્ડને પાર કરી શકી નથી. છેલ્લા વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો કુલ ૩૨ ટીમો તેમાં જોડાઇ હતી. ૧૨ સ્થળો પર તમામ મેચો રમાઇ હતી. જેમાં ૬૪ મેચો રમાઇ હતી. ગોલ ૧૭૧ થયા હતા. 
ફાઇનલમાં જર્મની અને આર્જેન્ટિનાની ટીમ તમામ પડકારોને પાર કરીને પહોંચી હતી. ફાઇનલ પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે જર્મનીને તે હાર આપશે. કારણ કે ફાઇનલ સુધી મેસ્સી ટીમને લઇ ગયો હતો. જો કે મેસ્સીની હાજરી હોવા છતા તે ફાઇનલ મેચમાં ફ્લોપ રહ્યો હતો. બન્ને ટીમો વચ્ચે ત્રીજી વખત ફાઇનલ મેચ રમાઇ હતી. તે પહેલા બંન્ને ટીમો ૧૯૮૬ અને ૧૯૯૦માં પણ ટકરાઇ હતી. જેથી તેમની વચ્ચેની મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. મેચ પણ રોમાંચક બની હતી.

(4:21 pm IST)
  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST