Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બ્રિટેનના માખમ સામે 13 જુલાઈએ રિંગમાં ઉતરશે વિજેન્દર સિંહ

નવી દિલ્હી: ભારતના નોકઓઉટ કિંગ બની ચૂકેલ બોક્સર વિજેન્દર સિંહ પોતાની ત્રીજી પ્રોફેશનલ ખિતાબ માટે 13 જુલાઈના લંડનમાં બ્રિટેનના લી માખમ સામે  રિંગમાં ઉતરશે.

વિજેન્દર કોમનવેલ્થ સુપર મિડિલવેટ ખિતાબ માટે મુકાબલો લડશે. વિજેન્દર અત્યારે મૅન્ચેસ્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે. અને હજુ સુધી તે પોતાના પ્રોફેશનલ કેરિયરમાં કોઈથી હારનો  સામનો કર્યો નથી. વિજેન્દર પાસે ડબ્લ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડિલવેટ અને ડબ્લ્યુબીઓ ઓરિએંટ ખિતાબ છે. માખમ એ 22 મીકાબલામાંથી 17 જીત મેળવી છે જયારે વિજેન્દ્રે 10 જીત હાસિલ કરી છે.

(4:20 pm IST)
  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST