Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ફ્રેન્ડલી મેચ : બેલ્જિયમનો ઇજિપ્ત પર ૩-૦થી વિજય

સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની કમી દેખાઇ : અન્ય એક મેચમાં નોર્વેનો પનામા ઉપર ૧-૦થી વિજય

મોસ્કો,તા. ૮ : ફિફા વર્લ્ડ કપની શરૂઆત થાય તે પહેલા રમાઇ રહેલી ફ્રેન્ડલી મેચોના દોર જારી રહ્યો છે. બ્રસલ્સ ખાતે રમાયેલી એક મેચમાં બેલ્જિયમે ઇજિપ્ત પર ૩-૦થી જીત મેળવી હતી. વિશ્વ ફુટબોલના શ્રેષ્ઠ ખેલાડીમાં સ્થાન ધરાવનાર મોહમ્મદ સલાહની ગેરહાજરીમાં ઇજિપ્તની ટીમ ખુબ નબળી દેખાઇ હતી. બેલ્જિયમે જોરદાર રમત રમી હતી. બેલ્જિયમ તરફથી લુકાકુ, એડન હજાર્ડ અને મારોઉઆને દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા. લુકાકુએ ૨૭મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને શરૂઆતી લીડ અપાવી હતી. ત્યારબાદ હજાર્ડે ગોલ કર્યો હતો. આ મેચ જોવા માટે બ્રસલ્સમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જ્યારે અન્ય એક મેચમાં પનામા શહેર ખાતે રમાયેલી મેચમાં નોર્વેએ પનામા પર ૧-૦થી જીત મેળવી હતી. મેચ દરમિયાન પનામાના રાષ્ટ્રીય ફુટબોલ ટીમના ખેલાડી એલ્બટરેના પગમાં ઇજા થઇ હતી. તેના પગમાં ફ્રેકચર થયા બાદ પનામાને મોટો ફટકો પડ્યો છે. કારણ કે તે વર્લ્ડ કપમાં હવે રમી શકશે નહી. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે. જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે.

(12:57 pm IST)
  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST