Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મુગુરૂઝાને હરાવીને સિમોના હાલેપ ફાઇનલમાં પ્રવેશી છે

સેમીફાઇનલમાં સીધા સેટોમાં સિમોનાની જીત થઇ : પુરૂષ વર્ગમાં રાફેલ નડાલની સેમીફાઇનલમાં આગેકુચ

પેરિસ,તા. ૮ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિગલ્સ મેચમાં પૂર્વ ચેમ્પિયન ગારબાઇન મુગુરૂઝા પર જીત મેળવી ટોપ ખેલાડી સિમોના હાલેપ ફાઇનલમાં પ્રવેશી ગઇ છે. તે હવે ચેમ્પિયન બનવાથી એક મેચ દુર રહી છે. સિમોના હાલેપ ત્રીજી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશી ગઇ છે. મુગુરૂઝા પર સિમોના હાલેપે સીધા સેટોમાં ૬-૧ અને ૬-૪થી જીત મેળવી હતી. તે વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૭માં પણ ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે ચેમ્પિયનશીપ જીતી શકી ન હતી. તે હવે ફાઇનલ મેચમાં આવતીકાલે રમનાર છે. મેડિસન કિજ આ વખતે કિલર તરીકે સાબિત થઇ રહી હતી ત્રીજી ક્રમાંકિત ખેલાડી પર જીતનો અર્થ એ થયો કે જ્યારે આગામી સપ્તાહમાં રેન્કિંગ જારી કરવામાં આવશે ત્યારે તે પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકેનો તાજ જાળવી રાખશે. હાલેપ ચોથી વખત મોટી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે. તે ક્લે કોર્ટ પર બંને વખત મુગુરૂઝા પર જીત મેળવી ચુકી છે. પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલે આગેકુચ જારી રાખી છે.  ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી હતી. જો કે તેના પડકારનો હવે અંત આવી ગયો છે.  આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે.પુરૂષોના વર્ગમાં નડાલને ટક્કર આપવા માટે કોણ ખેલાડી રહે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં દસ વખત વિજેતા બની ચુક્યો છે. તેનુ ફ્રેન્ચ ઓપનમાં એક ચક્રિયી શાસન હજુ સુધી જારી રહ્યુ છે. વિમ્બલ્ડનમાં સફળતા હાંસલ કરનાર પણ ફ્રેન્ચ ઓપનમાં ફ્લોપ સાબિત થયા છે. પુરૂષોના વર્ગમાં રોમાંચ હવે વધી રહ્યો છે.  આ વખતે સૌથી નિરાશા પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક હારી જતા થઇ છે. તે છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં ચાલી રહ્યો નથી. હાલેપ હવે આવતીકાલે મહિલા સિગલ્સની ફાઇનલમાં સ્લોઆને સ્ટીફન્સ સામે ટકરાશે. સ્લોઆનેએ બીજી સેમીફાઇનલ મેચમાં હજુ સુધી કિલર સાબિત થઇ રહેલી મેડિસન કિ પર જીત મેળવી હતી. બે સેટોમાં સીધા સેટમાં જીત મેળવીને તે આગેકુચ કરી ગઇ હતી. આ વખતે ફ્રેન્ચ ઓપનમાં નવી વિજેતા તરીકે ઉભરીને આવશે. હાલેપ હવે પ્રબળ દાવેદાર તરીકે બની ગઇ છે. તે રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે.  હાલેપના ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. પહેલા કેટલીક વખત તે ટ્રોફીથી વંચિત રહી છે. હાલેપ સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.

(12:56 pm IST)
  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST