Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

અધૂરી IPLની બાકીની મેચો યોજવા શ્રીલંકન બોર્ડની ઓફર

આઈપીએલ-૧૪ કોરનાનાને લીધે સસ્પેન્ડ કરાઈ છે : ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રથમ પસંદગી યુએઈ, જુલાઈ-ઓગસ્ટમાં મેદાનો તૈયાર હોવાનો શ્રીલંકન બોર્ડનો દાવો

નવી દિલ્હી, તા. : કોરોનાનુ સંક્રમણ બાયોબબલ હોવા છતા આઈપીએલ રમી રહેલા ખેલાડીઓ અને સ્ટાફ સુધી પહોંચી ગયા બાદ આઈપીએલને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી.

હવે બાકીની મેચો રમાડવા માટે શ્રીલંકાએ ઓફર કરી છે.શ્રીલંકા ક્રિકેટ બોર્ડની મેનેજિંગ કમિટીના પ્રમુખ અર્જુન ડી સિલ્વાએ કહ્યુ હતુ કે, બાકીની મેચોની યજમાની કરવા માટે અમે તૈયાર છીએ.

જોકે કેટલાક સૂત્રોનુ કહેવુ છે કે, ભારતના ક્રિકેટ બોર્ડ માટે પહેલી પસંદ યુએઈ છે.તેના પર ડી સિલ્વાએ કહ્યુ હતુ કે, અમે જાણીએ છે કે, ભારત માટે યુએઈ પહેલો વિકલ્પ છે પણ શ્રીલંકાની ઓફર પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી.શ્રીલંકામાં જુલાઈ-ઓગસ્ટ દરમિયાન લંકા પ્રિમિયર લીગ યોજાવાની છે અને જો આઈપીએલની બાકી મેચો સપ્ટેમ્બરમાં અહીંયા રમાડાય તો અમારા મેદાનો તૈયાર હાલતમાં હશે.

દરમિયાન ભારતના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પણ ટુર્નામેન્ટ પૂરી કરવા માટે ઉત્સુક છે.કારણકે જો બાકીની મેચો ના રમાડાય તો બીસીસીઆઈને બે કરોડ રુપિયાનો ફટકો પડે તેમ છે.

(7:42 pm IST)