Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૨૦૨૦માં IPLનો પ્રથમ મેચ મોટેરાના મેદાનમાં રમાશે

અમદાવાદમાં બની રહેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણકાર્ય છ મહિનામાં પૂર્ણ થશે : અધધ... ૭૦૦ કરોડનો ખર્ચ : સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ લોકો મેચનો આનંદ માણી શકશે

ગાંધીનગર,તા.૮ : વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં મોટેરામાં બની રહ્યું છે. તેનું નિર્માણ કાર્ય પુરૂ થવાને આરે છે અને આગામી છ મહીનામાં સ્ટેડિયમ શરૂ થઇ જશે. ૨૦૨૦માં આઇપીએલની પહેલી મેચ આ સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાતના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ શ્રી પરિમલભાઈ નથવાણીએ કહ્યું છે કે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમ બની રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. આ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય ૨૦૧૭માં શરૂ થયું હતું અને હવે છે મહીનામાં તે પુરૂ જઇ જશે

એ યાદ રહે કે વિશ્નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હાલ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે એમસીજી ક્રિકેટ ગ્રાઉન્ડ છે પરંતુ મોટેરાનું આ સ્ટેડિયમ મેલબર્નના સ્ટેડિયમને પણ પાછળ પાડી દેશે. આ સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ દર્શક એક સાથે ક્રિકેટનો મેચનો આનંદ ઉઠાવી શકે છે.૬૩ એકર જમીનમાં બની રહેલ આ સ્ટેડિયમમાં ત્રણ અભ્યાસ ગ્રાઉન્ડ,કલબ હાઉસ,ઓલંપિક સાઇજ સ્વિમીંગ પુલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ ઉલબ્ધ હશે

સ્ટેડિયમમાં હજી ચારેબાજુથી કામ ચાલી રહ્યું છે સ્ટેડિયમની પાર્કિગમાં ત્રણ હજારથી વધુ કાર અને ૧૦ હજારથી વધુ બે પૈડાના વાહનો ઉભા રહી શકે છે તેના નિર્ણાણમાં એક પણ સ્તંભ કે પિલર નથી  આથી  કોઇ પણ ખુણેથી કોઇ પણ અવરોધ વિના મેચ જોઇ શકાશે.

(2:50 pm IST)